ભાવનગર: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. દેશમાં નાની બાળકીઓથી લઈને વૃદ્ધ મહિલાઓ સાથે બનતી ઘટનાઓના કિસ્સાઓ અવારનવાર સમાચારમાં જોતા જ હોઈએ છીએ. ત્યારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એકલતાનો લાભ ઉઠાવીને શખ્સે સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ સાથે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના પિતાએ નોંધાવી ફરિયાદ: ભાવનગર શહેરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પર આક્ષેપ છે કે, તેણે ગત 21 જાન્યુઆરીના રોજ વાડી વિસ્તારમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહુવા ASP અંશુલ જૈને જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટના અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. BNS હેઠળ ફરીયાદ નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી પર દુષ્કર્મનો આક્ષેપ: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે ASP અંશુલ જૈને જણાવ્યું કે, સગીરા વાડી વિસ્તારમાં એકલી હતી. જેને જોઈને આરોપી યુવાને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવની જાણ સગીરાના પિતાને થતા તેઓએ આરોપી કરણ ધાપાને ઝડપી લેવામાં આવ્યો છે. બનાવને લઈને આરોપીની મેડીકલ ચેકઅપ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: