ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે 12.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - વિદેશી દારૂ ઝડપી પાડ્યો
🎬 Watch Now: Feature Video
ભરૂચ: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઈંડાની આડમાં લઇ જવાતો રૂપિયા 12.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા 17 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપડક પણ કરી હતી. ભરૂચ LCB પોલીસે નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત 2 ઇસમોની ધરપકડ કરી હતી. મુલદ ગામ નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો આઈસર ટેમ્પોમાં પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરી હતી. જેમાં ઈંડાની આડમાં રાખેલા વિદેશી દારૂની વિવિધ 4068 નંગ બોટલ અને ટેમ્પો મળી કુલ 17.68 લાખથી વધુના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના સંયોગનગરમાં રહેતા ટેમ્પો ચાલક મુકેશ વર્ધીચંદ જયસ્વાલ અને ક્લીનર ગણેશ સવાઈસિંગ મોરીને ઝડપ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.