દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠમાં ગુરુપૂર્ણિમાની સાદગી પૂર્વક ઉજવણી, જુઓ વીડિયો - Gurupurnima was simply celebrated in Shardapith
🎬 Watch Now: Feature Video
દ્વારકા: આજે રવિવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મ મુજબ આપણા ગુરુના આશીર્વાદ આશીર્વચન લેવામાં આવે છે. તે નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલા જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠમાં ગુરુપૂર્ણિમાની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના પાદુકા પૂજન તથા ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર નુતન ધ્વજા આરોહણનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય નારાયણ નંદજી મહારાજ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે લોકોને શુભેચ્છા પાઠવી અને દેશ અને વિશ્વમાં આવી પડેલા કોરોના મહામારી સામે લડવાની હિંમત અને શક્તિના આશીર્વાદ આપ્યા હતાં.