ભાઈ ન હોવાથી બહેનો જ એક-બીજાને રાખડી બાંધી કરે છે અનોખી ઉજવણી જુઓ, વીડિયો... - રક્ષાબંધનની ઉજવણી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આ તહેવારમાં ભાઈ બહેનને રાખડી બાંધી પોતાના રક્ષણની જવાબદારી સોંપે છે. ત્યારે, અમદાવાદનો એક કિસ્સો એવો પણ છે કે, ભાઈ ન હોવાથી ચાર બહેનો એક-બીજાને જ રાખડી બાંધીને ઉજવણી કરે છે અને ભાઈની જવાબદારી પણ લે છે. લોકગાયક મણિરાજ બારોટને તો સૌ કોઈ ઓળખે છે. ત્યારે, તેમની દીકરીઓ પણ વર્ષોથી ભાઈ ન હોવાને કારણે એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. નાનપણથી જ ચાર બહેનો એકબીજાને જ રાખડી બાંધે છે અને એકબીજાના ભાઈ તરીકેની જવાબદારી પણ નિભાવે છે.