ETV Bharat / state

રાજકોટના વિંછીયામાં હત્યાના આરોપીઓનો વરઘોડો ન નીકળતા બબાલ, પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ - VINCHHIYA POLICE STATION

પોલીસ આરોપીઓને લઈને રીકન્સ્ટ્રક્શન માટે આવી હતી, ત્યારે સ્થાનિકોએ માંગ કરી હતી કે આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી

વિંછીયામાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિંછીયામાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 8:10 PM IST

Updated : Jan 6, 2025, 10:16 PM IST

રાજકોટ: રાજકોટના વિંછીયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. બેકાબુ થયેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. હકીકતમાં વિંછીયા પંથકમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાનું ગત 30મી ડિસેમ્બરના રોજ મોત થતા હત્યામાં બનાવ પલટાયો હતો. વિંછીયા સેવા સદન ખાતે પરિવારજનો આજે ધરણાપર બેઠા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ કરનાર ઘનશ્યામ રાજપરા પર ત્રણ દિવસ સાત જેટલા શખ્સોએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો.

આરોપીઓનુું સરઘસ કાઢવા ટોળાની માંગ
આ હત્યાના કેસમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેને લઈને 6 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પોલીસ આરોપીઓને લઈને રીકન્સ્ટ્રક્શન માટે આવી હતી, ત્યારે સ્થાનિકોએ માંગ કરી હતી કે આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી ત્યારે પોલીસે જવાબ આપ્યો હતો કે, કાયદા મુજબ કામ થાય તેની વિરુદ્ધમાં કંઈ નહીં થાય.

પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
જે બાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયો હતું. જેમાં 2 પોલીસકર્મીઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. જેના વીડિયો સામે આવ્યા હતા.

40થી 45 લોકોને રાઉન્ડઅપ કરાયા
વિંછીયામાં બનેલા બનાવને લઈને ETV BHARAT દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પી.આઈ. ઇન્દ્રજીતસિંહ સરવૈયાનો ટેલીફોનીક સંપર્ક કરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિંછીયામાં બનેલા બનાવને લઈને હાલ અંદાજિત 40 થી 45 જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને વધુ કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ સાથે જ રાજકોટ જિલ્લાની વિવિધ પોલીસ તેમજ આસપાસના જિલ્લાની પણ પોલીસને બંધબસ્ત ખાતે બોલાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. Exclusive: ગુજરાતમાં ચીની વાયરસની એન્ટ્રી? અમદાવાદની હોસ્પિટલમાં કેસ નોંધાયો તે ડોક્ટરે શું કહ્યું?
  2. અમરેલીમાં 10 ચોપડી ભણેલી મહિલાની સફળતા, ગામડામાં શરૂ કરેલા બિઝનેસથી લાખો કમાય છે

Last Updated : Jan 6, 2025, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.