ETV Bharat / state

ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી ડૉ.કાર્તિક પટેલને કોઈ રાહત નહીં, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા - DR KARTIK PATEL BAIL

અમદાવાદના બહુચર્ચીત ખ્યાતિ કાંડમાં મુખ્ય આરોપી એવા ડૉ.કાર્તિક પટેલને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.

મુખ્ય આરોપી ડૉ.કાર્તિક પટેલને કોઈ રાહત નહીંEtv Bharat
મુખ્ય આરોપી ડૉ.કાર્તિક પટેલને કોઈ રાહત નહીં (Etv Bharat Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 9:09 PM IST

અમદાવાદ: એસજી હાઇવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી ડોક્ટર કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, આ મામલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી આવી હતી, અને કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, જેની ઉપર આજે જજમેન્ટ જાહેર કરતા કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીનને કોર્ટે ફગાવી દીધા હતા.

જમાઈ મારફતે કરી આગોતરા જામીન અરજી

ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ કાર્તિક પટેલ અત્યાર સુધી વિદેશમાં જ છે. આ ઘટના પછી કાર્તિક પટેલે પોતાના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

ગત સપ્તાહે કોર્ટમાં થઈ હતી આવી દલીલો

ગત અઠવાડીયે આ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન કાર્તિક પટેલ છે. આ ઘટનાનું તેમને દુઃખ છે. પરંતુ તેમની ઉપર સાઅપરાધ મનુષ્યવધની કલમ લાગે નહીં. મેડિકલ બેદરકારી ડોક્ટર ઉપર લાગે, ડાયરેક્ટર ઉપર ના લાગે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, કાર્તિક પટેલ મૃતકો નામ પરિજનોને વળતર ચૂકવવા તૈયાર છે, અને ઇન્વિસ્ટીગેશનમાં સહકાર આપવા માટે પણ તૈયાર છે.

ત્યારે કોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, BNS મુજબ જામીન અરજી જાતે દાખલ કરવી પડે . કોઈ સંબંધી દાખલ ન કરી શકાય. આવું કરવાનું કોઈ કારણ પણ દર્શાવ્યું નથી અને અરજદારના જમાઈને તેનો પાવર અપાયો હોય, એવો ઉલ્લેખ નથી આરોપી અત્યારે ક્યાં છે? તે પણ દર્શાવ્યામાં આવ્યું નથી.

સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર વિદેશમાં છે અને સંબંધિત મારફતે પ્રોક્સી અરજી કરી શકે નહીં, અરજદારની પાસપોર્ટ કોપીમાં તે ક્યાં ગયો છે ? તેનો ઉલ્લેખ નથી તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે.

  1. ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પીડિતોને વળતર આપવા તૈયારઃ કોર્ટમાં થઈ જામીન અંગે સુનાવણી
  2. ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ, કોરોના કાળનો કેવી રીતે લીધો લાભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.