ભાજપ સદસ્યતા અભ્યાન અંતર્ગત ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા - etv bharat news
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીનું સભ્ય વૃદ્ધી અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરુપે ગુજરાતના લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો તેમજ ફિલ્મી કલાકારો ભાજપમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તમામ કલાકારોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સંગઠન પર્વ હેઠળ હાલમાં વિવિધ વર્ગના લોકો અને આગેવાનો ભાજપમાં જોડાય રહ્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ કલાકારો સ્વંભૂ પોતાની રીતે ભાજપમાં જોડવા માટે આવ્યા છે. તેથી તેમનું સ્વાગત કરવામાં આવે છે.