અંબાજી નજીક બોર્ડર પર ગુજરાત પોલીસને આંતકવાદી ઘુસ્યા હોવાના મળ્યાં ઈનપુટ - અંબાજી ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2019, 3:54 PM IST

અંબાજી: હાલમાં ગુજરાત પોલીસને આંતકવાદી ઘુસ્યા હોવાનાં મળેલા ઇનપુટનાં પગલે રાજ્યભરની પોલીસ સજ્જ બની છે. એટલું જ નહીં રાજ્યની આંતરરાજ્ય સરહદી બોર્ડર ઉપર સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અંબાજી નજીક આવેલી ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર હાલ સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસનો કડક પહેરો રાખવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોને ધ્યાનપૂર્વક તપાસવામાં આવી રહ્યા છે. થોડા દિવસ બાદ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. મેળામાં આવતા યાત્રિકોને કોઇ નુકસાન ન થાય તેમજ કોઇ પણ અઘટિત ઘટના ન ઘટે તેને લઇ પોલીસે સુરક્ષા વધુ સધન કરી છે. છાપરીનાં જમાદારનાં જણાવ્યા અનુસાર છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસકર્મી અને CCTVકેમેરાનાં બંદોબસ્તમાં વધારો કરાયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.