ડાંગ જિલ્લાના કલામહાકુંભનો શુભારંભ - કલા સાહિત્ય
🎬 Watch Now: Feature Video
ડાંગ: જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિની આગવી ઓળખથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલામહાકુંભ 2019-20નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારિખ 11/01/2020થી 29/02 દરમિયાન તાલુકા, જિલ્લા, પ્રદેશ તેમજ રાજ્ય કક્ષાએ અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધાઓ યોજાઈ રહી છે. આ કલામહાકુંભમાં કુલ 14 સ્પર્ધાઓમાં 453 કલાકારો ભાગ લઇ રહ્યાં છે. તમામ કલાકારોને આગળ વધવા માટે ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલે આર્શીવચન આપ્યા હતા. આ પ્રસંગે કન્વીનર આચાર્યશ્રી પ્રજેશભાઈ ટંડેલ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી વનરાજભાઈ નાયક, જાગૃતિબેન નાયક, એડીઆઈશ્રીઓ અરવિંદભાઈ ગવળી, અમરસિંહભાઈ ગાંગોર્ડા, સહાયક માહિતી નિયામક કે.એસ.પરમાર સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.