Gram Panchayat Elections 2021: દાંતા તાલુકામાં 5 ગ્રામ પંચાયત સમરસ થવાના સંકેત - દાંતા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયત સમરસ થવાના સંકેત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13838057-thumbnail-3x2-danta.jpg)
દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતોમાં 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને (Gram Panchayat elections 2021) લઇ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે દાંતા તાલુકા અને દાંતા તાલુકા પંચાયત કચેરી (Panchayat Election Danta) ખાતે ઉમેદવારોની ખૂબ ઓછી સંખ્યા જોવા મળી હતી. જોકે, દાંતા તાલુકામાં થાણા ગ્રામ પંચાયતની બેઠક આદીજાતીની હોવાથી ગામમાં એક પણ આદિવાસી પ્રજા ન હોવાના કારણે આ વખતે પણ ગ્રામ પંચાયતના સરપંચ માટે ઉમેદવારે ફોર્મ ભરાયુ ન હતુ, જેથી દાંતા તાલુકામાં નાગેલ, બામણીયા ,પાતાળીયા,પુંજપુર તેમજ સેંબલીયા એમ 5 ગ્રામ પંચાયત સમરસ થાય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આ બાબતે ફોર્મ ચકાસણી તેમજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ જ વિધિવત જાહેર કરવામાં આવશે