Gram Panchayat Election Result 2021: પરિણામ બાદ તારાપુરના મોરજમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક - ગામમાં ઇરાદાપૂર્વક શાંતિ ડોળવાનો પ્રયત્ન
🎬 Watch Now: Feature Video
ગામ પંચાયતની ચૂંટણીના પરિણામો એક બાદ એક જાહેર થઇ રહ્યા છે, તેવામાં ક્યાંક ખેલદિલી પૂર્વકનો ચૂંટણી સંગ્રામ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પરિણામોના (Gram Panchayat Election Result 2021) કારણે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, આવી જ એક ઘટના તારાપુરના મોરજ ગામે બનવા પામી છે, જ્યાં સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીના પરીણામ જાહેર થયા બાદ અસામાજિક તત્વો (Terror Of Antisocial Elements) દ્વારા ગામમાં ઇરાદાપૂર્વક શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો. પોલીસ દ્વારા ગામમાં પહોંચીને સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.