GRAM PANCHAYAT ELECTION 2021: કચ્છ જિલ્લાનાં વિવિધ ગામોમાં ચૂંટણીનીનો ધમધમાટ સવારથી શરૂ થયો

By

Published : Dec 19, 2021, 12:10 PM IST

thumbnail

કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનીનો ધમધમાટ સવારથી શરૂ થઇ ગયો છે. જિલ્લામાં 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જિલ્લાના 10 તાલુકાના 900 મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરવા માટે સવારથી લાંબી કતારો લગાવીને ઉભા છે. જિલ્લામાં 285 સંવેદનશીલ તથા 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા છે. 900 જેટલા મતદાન મથકોની ગોઠવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 6,69,325 જેટલા મતદારો જેમાં 3,41,198 પુરુષ અને 3,28,122 જેટલા મહિલા મતદારો તેમજ 5 અન્ય મતદારો નોંધાયા. 4,765 જેટલો પોલિંગ સ્ટાફ અને 1814 જેટલો પોલીસ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લામાં ધ્રોલ, સુખપર, નારાયણપર ગામમાં ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.