GRAM PANCHAYAT ELECTION 2021: મહિસાગર જિલ્લામાં 662 મતદાન મથકો પર 1786 મતદાન પેટીઓ મુકવામાં આવી - GRAM PANCHAYAT ELECTION 2021
🎬 Watch Now: Feature Video
મહિસાગર જિલ્લામાં 256 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. જિલ્લામાં કુલ 662 મતદાન મથકો પર મતદાન શરુ કરવામાં આવ્યું છે. 252 સરપંચના ઉમેદવારના પદ અને 1099 સભ્યોની સીટ પર મતદાનનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. 2,42,322 સ્ત્રી અને 2,56,472 પુરુષ સહિત કુલ 4,98,764 મતદારો નોંધાયા છે. 662 મતદાન મથકો પર 1786 મતદાન પેટીઓ મુકવામાં આવી છે અને ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરૂ કરાઇ છે.