Gram Panchayat Election 2021: દાંતા તાલુકામાં મતદાન માટે તંત્રની તૈયારીઓ, 800 ઉપરાંત પોલિંગ સ્ટાફ તૈનાત - દાંતા તાલુકામાં મતદાન માટે તંત્રની તૈયારીઓ
🎬 Watch Now: Feature Video
દાંતા તાલુકામાં આવતીકાલ 19 ડિસેમ્બરે 42 ગામોની ગ્રામપંચાયત માટે સરપંચ અને સભ્યની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાનાર છે, ત્યારે આજે વહીવટી તંત્રની ચૂંટણીના મતદાન માટેની અંતિમ તૈયારીઓ (Preparations for polling in Danta taluka) પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. દાંતા તાલુકાના 42 ગામો માટે 160 બુથ ઉપર મતદાન કરાશે, જેના માટે 800 ઉપરાંત પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. 13 રૂટ માટે 13 જોનલ અધિકારી અને 12 વિવિધ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. આજે મતપેટીઓ સાથેની વિવિધ સામગ્રી મતદાન મથકના અધિકારીઓને વિતરણ કરવામાં આવી છે. આ સામગ્રી સાથે ચૂંટણી પરના સ્ટાફે જે તે બુથ ઉપર પહોંચાડવા માટે એસ.ટી બસો સહીત કુલ 32 જેટલા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે.