પંચમહાલમાં વહી ઉલટી ગંગા, ખાનગી કરતા સરકારી શાળાએ બદલી પરિભાષા - Government school
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3488845-thumbnail-3x2-panch.jpg)
પંચમહાલઃ આજના આ આધુનિક અને શૈક્ષણિક યુગમાં મોટા ભાગે દરેક પોતાના બાળકોને ઉત્તમ અને શિક્ષણ આપવા માંગતા હોય છે. ત્યારે લોકો માટે બાળકોને સારા અભ્યાસ માટે ક્યાં અને કઈ શાળામાં મુકવા એ પ્રશ્ન મહત્વનો બની રહે છે. ત્યારે મોટા ભાગના લોકો પોતાના બાળકના શૈક્ષણિક ઘડતર માટે સરકારીની સામે ખાનગી શાળાઓની પસંદગી કરતા હોય છે. ત્યારે પંચમહાલની એક શાળામાં પુસ્તકિય જ્ઞાનની પરિભાષા બદલી અનોખી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળામાં બાળકોને પ્રેક્ટિકલ પદ્ધતિથી શિક્ષણ સાથે સોશિયલ મીડિયા, ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે, આ કોઈ ખાનગી નહીં સરકારી શાળા છે. તો આવો જાણીએ ગોધરાના નદીસરની આ અનોખી શાળા વિશે.