સરકારી પરીક્ષાના ઉમેદવારોએ કમલમ ખાતે પોસ્ટરવોર કર્યું - ગાંધીનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા અનેક સરકારી પરીક્ષાઓ યોજ્યા બાદ પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અનેક પરીક્ષાઓ ક્ષતિઓના કારણે રદ પણ કરવામાં આવી છે. જેથી શનિવારે સરકારી પરીક્ષાના ઉમેદવારોએ ભાજપ કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર અને પોસ્ટરવોર કરીને જીતુ વાઘાણી સમક્ષ સરકારી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા અને પૂર્ણ થયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની માગ કરી હતી. આ ઉપરાંત પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષાની નવી તારીખ જાહેર નહીં થવા પર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.