ETV Bharat / state

ONGCની મહેસાણા સહિત ગુજરાતના 6 શહેરોમાં ભરતી, જાણો અરજી પ્રક્રિયા અને યોગ્યતા વિશે - ONGC JOBS

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન મહેસાણા દ્વારા ગુજરાતમાં 6 જગ્યાઓ પર વિવિધ ખાલી પડેલી પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ONGCમાં ભરતી
ONGCમાં ભરતી (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 4:57 PM IST

અમદાવાદ: સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે ONGCમાં નોકરીની તક છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન મહેસાણા દ્વારા ગુજરાતમાં 6 જગ્યાઓ પર વિવિધ ખાલી પડેલી પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટે ONGC દ્વારા અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. જાણો ભરતી માટે ક્યાંથી અરજી કરવી, કેટલો પગાર મળશે, શું લાયકાત હોવી જોઈએ બધી જ વિગતો.

કઈ પોસ્ટ માટે થઈ રહી છે ભરતી?
ONGC મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ભૂજ તથા રાજકોટમાં 6 જગ્યાઓ પર આવેલી હોસ્પિટલ માટે સ્પેશ્યાલિસ્ટ, સુપર સ્પેશ્યાલિસ્ટ, ડેન્ટલ સ્પેશ્યાલિસ્ટ, ડાયગ્નોસ્ટિક સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર માટે ભરતી કરવામાં આવી રહી છે.

  1. કેવી રીતે કરશો અરજી?
    ઉમેદવારોએ https://docs.google.com/forms/d/e/1FAIpQLSchei4S5BjwokXQhn0AhJ6GGFV8y3qbn_ptDmN4QogFuPsspA/viewform?pli=1 લિંક પર અથવા અહીં ક્લિક કરીને પોતાની વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે.
  2. આ ઉપરાંત ઉમેદવારો દસ્તાવેજની ફિઝિકલ કોપી સાથે રવિન્દ્ર પટેલ, રૂમ નંબર 18, કોલોની ડિસ્પેન્સરી, ઓએનજીસી કોલોની, પાલાવાસણા, મહેસાણા – 384003, ઓફિસ સમય (8.30થી 12.30) અને (4.00થી 7.00) વચ્ચે જમા કરાવી શકશે.
  3. ખાસ નોંધ કરજો કે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2025 સુધીની છે.

ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવા માટેની લાયકાત?

  • સ્પેશિયાલિસ્ટ : ઉમેદવાર MD/MS થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત તેમને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • સુપર સ્પેશિયાલિસ્ટ : ઉમેદવાર M.Ch/DM થયેલા હોવા જોઈએ. સાથે જ તેમને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ : MDS પાસ કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • ડાયગ્નોસ્ટીક સેન્ટર : MD (Pathology/Radiology) પાસ કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • ફિઝિયોથેરાપી સેન્ટર : B.Sc physiotherapy કરેલું હોવુ જોઈએ અને 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

આ પણ વાંચો:

  1. પોલીસ ભરતીમાં ઊંચાઈનો વિવાદ, ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી
  2. પીએમ કિસાન સન્માન નિધિ યોજના : જાણો ક્યારે આવશે 19 મો હપ્તો ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.