અમદાવાદ: દેશભરના મ્યુઝિક લવર જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ગુજરાત સહિત દુનિયાભરમાંથી મ્યુઝિક લવર્સ ઉમટી પડ્યાં હતાં.
1 લાખથી વધુ મ્યુઝિક લવર્સ પહોંચ્યા
સાંજે 5:00 વાગ્યા શરૂ થનારી આ કોન્સર્ટને લઈને સવારથી જ સ્ટેડિયમ પર પ્રેક્ષકો આવવા લાગ્યા હતાં જોકે, તેમને બપોરે બે વાગ્યે એન્ટ્રી આપવામાં આવી. એવો અંદાજ છે કે, આ કોન્સર્ટને લઈને 1 લાખથી વધુ કોલ્ડપ્લે પ્રેમીઓ ઉમટી પડ્યાં હતાં.
દિલ્હી,મુંબઈ સહિતના શહેરોમાંથી લોકો ઉમટ્યા
આ કોન્સર્ટ માટે લોકો મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને કેટલાક લોકો તો એવા હતા કે જેને મુંબઈમાં ટિકિટ નહીં મળી તો તે તરત જ અમદાવાદની ટિકિટ બુક કરી આ કોન્સર્ટ જોવા માટે આવ્યાં હતાં.
કોન્સર્ટને યાદગાર બનાવતું યુવાધન
આ કોન્સર્ટમાં આવેલા એકે ફેન્સે જણાવ્યું હતું કે., અમે આ કોન્સર્ટ નિહાળવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે, ખાસ કરીને ક્રિસ માર્ટિનને લાઈવ ગીતો ગાતા જોશે તેનો વધારે ઉમંગ છે. અમને તેમનું ફેવરિટ ગીત સાંભળવા મળશે જેને લઈને અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. સ્ટેડિયમની બહાર ફેન્સ સેલ્ફી અને ફોટા લેતા પણ જોવા મળ્યાં.
મ્યુઝિક લવર્સે કહ્યું અમારા માટે ખુશીની પળ
કેટલાંક ફેન્સે જણાવ્યું હતું કે, આજે અમે બહુ જ સારી યાદો અહીંથી મોબાઇલમાં કેપ્ચર કરીને જઈશું આજનું કોન્સર્ટ અમારા માટે યાદગાર રહેશે અમે સોશિયલ મીડિયા પર તેમના મ્યુઝિક અને ગીતો સાંભળતા હતા, પરંતુ આજે અમે લાઈવ તેમને જોઈશું એ અમારા માટે બહુ જ ખુશીની પળ રહેશે.
મુંબઈમાં ટિકિટ ન મળી તો અમદાવાદ પહોંચ્યો ફેન
એક ફેનને મુંબઈમાં ટિકિટ નહીં મળે તો તે અમદાવાદની ટિકિટ ખરીદી આ કોન્સર્ટમાં આવ્યો અને તેણે જણાવ્યું હતું કે, 'અમે પહેલા મુંબઈમાં જવાના હતા તેમના કોન્સર્ટ જોવાના હતા, પરંતુ ત્યાં બહુ લાંબી ટિકિટની વેઈટિંગ હતું એટલે અમને ટિકિટ નથી મળી, પરંતુ જ્યારે અમદાવાદના કોન્સર્ટ વિશે ખબર પડી તો અમે ફટાફટ કોલ્ડ પ્લેની ટિકિટ બુક કરાવીને અમારા ફ્રેન્ડ સાથે આવ્યા અને અહીંયા અમે ખૂબ જ મજા કરી રહ્યા છે. અહીંનો એક્સપિરિયન્સ બહુ સારો થયો છે, કારણ કે પહેલી વખત અમે દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા અને અહીં દુનિયાના ફેમસ સિંગર ક્રિસ માર્ટીનના સોંગ સાંભળીશું'.
કોલ્ડપ્લેના 1 લાખ ફેન્સ આજે અમદાવાદમાં: બ્રિટિશ બેન્ડનો યુવાઓમાં કેમ આટલો ક્રેઝ? જાણો