સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સરકારી ડૉક્ટરોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી - સુરેન્દ્રનગર ડૉક્ટર
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારી ડૉક્ટરોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. જિલ્લાની સરકારી હોસ્પિટલ, પીએચસી, સીએચસીમાં ફરજ બજાવતા વર્ગ-૧ના ડૉક્ટરોએ લેખિત રજૂઆત કરી હતી. છઠ્ઠા અને સાતમા પગાર પંચનો પુરતો લાભ આપવો, પગાર વધારો કરવો, ખાલી ડૉક્ટરોની જગ્યાઓ ભરવી સહિતની વિવિધ માગો અંગે ઉગ્ર રજૂઆતો કરી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો માસ સી.એલ સહિત ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.