વડતાલધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ - ગુજરાતના રાજ્યપાલ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ સુપ્રસિદ્ધ વડતાલ ધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજીત સમારંભમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે જન સામાન્યને સમજાય તેવી ભાષામાં સનાતન ધર્મના તમામ ગ્રંથોનો સાર આપ્યો, જે વચનામૃતો આ ગ્રંથમાં સંગ્રહાયેલા છે. જેની આપણે 200 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, તે આપણું સૌભાગ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જીવિત રાખી છે અને તેને જીવન વ્યવહારમાં ઉતારી છે તે માટે સૌને અભિનંદન પાઠવું છું.