ગોંડલ શહેર ભાજપ પ્રમુખના બંધ મકાનમાં ચોરી, તસ્કરો 12 હજાર ચોરી રફૂચક્કર - ગોંડલના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

રાજકોટ: શિયાળાની શરૂઆતની સાથે જ ગોંડલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. ગોંડલ શહેર ભાજપ પ્રમુખના ઘરે તસ્કરોએ રોકડા રૂપિયા 12 હજારની ચોરી કરી લઇ જતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચંદુભાઈ દુધાત્રાના ગાયત્રીનગરના નિવાસ્થાને રાત્રીના સમયે બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા હતા અને રોડકા રૂપિયા 12 હજારની ચોરી કરી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.