ઉપરવાસમાં ભારે વરસાદને પગલે માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો - રમણીય દ્રશ્ય
🎬 Watch Now: Feature Video
સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે માંડવી તાલુકાના નદી-નાળા અને ચેકડેમ છલકાઈ ગયા છે. માંડવી તાલુકાના ગોળધા ડેમમાં નવા નીર આવતા ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્ય સર્જાયા હતા. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. ડેમ ઓવરફ્લો થતા પ્રવાસીઓ ડેમ જોવા ઉમટી પડ્યા હતા. લોકોએ સેલ્ફી લઇ કુદરતી સૌંદર્યની મજા માણી હતી. દર વર્ષની જેમ ગોળધા ડેમ ઓવરફ્લો થતા ગોળધા ગામનું ગરમાડુંગરી ફળિયું ગામથી સંપર્ક વિહોણું બન્યું હતું. દર વર્ષે ફળીયાના લોકો જાતે શ્રમદાન કરી પુલનું નિર્માણ કરે છે. પરંતુ ડેમ ઓવરફ્લો થતા તેમનો પુલ પાણીમાં વહી જાય છે અને ફરી આ ફળીયાના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ગોળધા ડેમ માંડવી તાલુકાના 30 ગામોની જીવાદોરી છે. આજુબાજુના 30 ગામોને સિંચાઈ તેમજ પીવાનું પાણી આ ડેમ દ્વારા મળી રહે છે.