માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખી અંદાજે 68.20 લાખની કિંમતનું સોનુ અંબાજી માતાના નિજ મંદિરમાં અર્પણ કર્યું
અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શુક્રવારે સવારે રાજકોટના એક માઈભક્તે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે સવા કિલો ઉપરાંતનું સોનું માતાજીને ભેટમાં ધર્યું છે. માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખીને અંદાજે 68.20 લાખની કિંમતનું સોનું માતાજીના નિજ મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતાજીના અર્પણ કર્યું હતું. જોકે હાલના તબક્કે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે અને આ લોકડાઉન દરમિયાન અંબાજી મંદિરમાં શુક્રવારના રોજ કરાયેલ સોનાનું દાનને સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં પોતાનું નામ ગુપ્ત રાખી સવા કિલો સોનુ જે દાતાએ ભેટ કર્યું છે, તેમણે અગાઉ પણ એક કિલો સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે અર્પણ કર્યું હતું.