વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેર ભાજપે કર્યું ચશ્માનું વિતરણ - birthday celebrations
🎬 Watch Now: Feature Video

પાટણ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ સેવા સપ્તાહના માધ્યમથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મંગળવારે પાટણ શહેર ભાજપ દ્વારા શહેરના જીણી રેત વિસ્તારમાં સફાઈ કામદાર ભાઈઓ બહેનોને નંબરના ચશ્માનું વિતરણ કરી સેવા સપ્તાહના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. પાટણ શહેર ભાજપ દ્વારા 20મી સપ્ટેમ્બર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવા કાર્યો કરવામાં આવશે.