ગીરસોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકડાઉનને લઈને લોકોને અપીલ - આરોગ્ય વિભાગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2020, 11:49 PM IST

ગીર સોમનાથઃ જ્યારે કોરોનાએ વિશ્વને હચમાચાવ્યું છે, ત્યારે રાજ્યમાં લોકડાઊનની સ્થિતીમાં સરકાર અને આરોગ્ય વિભાગ લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘર બહાર ન જવા અપીલ કરે છે, તેમ છત્તાં લોકો આ સંદેશને ગંભીરતાથી નથી લઈ રહ્યા. ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લાની દીવ નજીકની ચેક પોસ્ટ સીલ કરી છે, આ સાથે જિલ્લાભરમાં તમામ શહેરો માર્ગો પર કડક ચેકીંગ શરૂ કરી લોકોને સમજાવાય રહ્યા છે. ગીર સોમનાથ SP રાહુલ ત્રીપાઠીએ લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે. જો લોકો સહયોગ નહીં આપે તો આકરી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. સોશિયલ મીડિયામાં પણ વોચ રખાય છે. પોલીસ આ સમયે કાયદાનો ભંગ કરનારા પર જાહેર નામાના ભંગ બદલ ગુનો દાખલ કરશે. હાલ સુધીમાં 25 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.