જૂનાગઢ કેશોદનો ઘેડ પંથક ફરી જળબંબાકાર - latest news in Junagadh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2020, 2:15 PM IST

જૂનાગઢ :કેશોદનો ઘેડ પંથક ફરી જળબંબાકાર બન્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતાં ઓઝત ડેમના 12 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતા. જેમાં બામણાસા ઘેડ ગામની ઓઝત નદીના તુટેલા પાળાએ ફરી તારાજી સર્જી હતી. જ્યારે અચાનક પાણીની આવકથી સીમ વિસ્તાર જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. તેમજ હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યાં હતા. જેમાં અનેક ખેડૂતોની તૈયાર થયેલી મગફળીના પાથરા પાણીમાં તણાઇ ગયા હતા. ત્યારે ઘેડ પંથકના લોકોની ફરીયાદ છે કે, તંત્રએ આ અંગે કોઇ ચેતવણી ન આપતા આ ઘટના સર્જાઇ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.