રાજકોટ: ઉપલેટામાં કોરોના મહામારી વચ્ચે બાગ બગીચા ફરી ખોલવામાં આવ્યા - ઉપલેટા નગરપાલિકા
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં કોરોના મહામારી દરમિયા બાગ બગીચા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપલેટામાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવા અનલોકની ગાઈડ લાઈન મુજબ ઉપલેટા નગરપાલિકા દ્વારા જનતા ગાર્ડનને સવારે 6થી 8 કલાક સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, તેમજ સોશિયલ ડિસ્ટન્ટનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે. બગીચામાં રહેલા ફુલ, ઝાડ, પાનને અડકવું નહીં અને અનલોકની ગાઈડ લાઈન મુજબ માત્ર વોકિંગ ઝોન માટે જ સવારે 6 થી 8 કલાક સુધીના સમયગાળા દરમિયાન જ બાગ બગીચામાં પ્રવેશ કરવાનો રહેશે.