નવરાત્રીને લાગ્યું કોરોનાનું ગ્રહણઃ અરવલ્લીમાં નહીં યોજાય ગરબા - latest news of Aravalli
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ નવરાત્રીને હવે એક માસ જેટલો સમય બાકી છે. પરંતુ આ વર્ષે કોરોનાની માહમારીમાં મોટાભાગના તહેવારો સાદગીથી ઉજવાયા છે. ત્યારે નવરાત્રીને પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી શક્યતાઓ છે. નવરાત્રીના નવ દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ થઈ શકે છે. જેને લઇને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વર્ષોથી નવરાત્રીનું આયોજન કરનારા આયોજકો દ્વારા આ વર્ષે નવરાત્રીનું આયોજન ન કરવનો નિર્ણય લીધો છે.