પોરબંદરમાં શ્રી ભદ્રકાલી ગરબી મંડળ દ્વારા બોલાવવામાં આવી ગરબાની રમઝટ - Porbandar Navratri
🎬 Watch Now: Feature Video
પોરબંદર: શ્રી ભદ્રકાલી ગરબી મંડળ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ એકમાત્ર એવી ગરબી છે, જ્યાં માત્ર પુરુષો જ ટોપી પહેરીને કોઈપણ લાઉડ સ્પીકર, ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગર ગરબાના તાલે ઝૂમે છે. આ ગરબીને 96 વર્ષ પૂર્ણ થયાં છે અને 97માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેના આયોજકોએ જણાવ્યું હતું કે, અમે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ગરબાનું આયોજન કરીએ છીએ. બહાર કોરોના વેક્સિનનો કેમ્પ પણ લગાવવામાં આવ્યો છે.