સિકંદરાબાદમાં આયોજીત ગરબામાં ગુજરાતીઓ મન મૂકીને ઝુમ્યા - Secunderabad latest news
🎬 Watch Now: Feature Video
સિકંદરાબાદ: દેશભરમાં નવરાત્રી ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તેલંગાણા સિકંદરાબાદમાં પણ ગુજરાતીઓએ ગરબાનું આયોજન કર્યુ હતું, જ્યાં ગુજરાતના લોક લાડિલા ગાયિકા કિંજલ દવે પધાર્યા હતા અને ગરબાના ગીતોથી લોકોના દિલ જીતી લીધા હતા. ગુજરાતી વેલ્ફેર સોસાયટીના પ્રમુખ જીગ્નેશ દોશીએ કિંજલ દવેનો આભાર માન્યો હતો અને તમામ લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.