કેશોદના ખમીદાણા ગામે ગણેશજીને 108 લાડુનો ભોગ ધરાયો - Celebration of Ganesh Chaturthi
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ કેશોદના ખમીદાણા ગામે ભક્તિજ્ઞાન ભવન આશ્રમમાં માટીના ગણપતી બનાવી સુશોભન સાથે આશ્રમમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ ગણેશજીને 108 લાડુનો ભોગ ધરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમમાં વ્યાસ પરિવાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગણેશ ચતુર્થીની ઘરે જ ઉજવણી કરવામાં આવે છે. જયોત્સના બેન વ્યાસ દ્વારા ભક્તિભાવ સાથે પોતાના હાથે માટીના ગણેશની મુર્તી બનાવી વિવિધ શણગારો સાથે ગણેશજીની પૂજા આરતી કરવામાં આવે છે. સમગ્ર વ્યાસ પરિવાર દ્વારા ગરવા ગજાનને મંત્રોચ્ચાર જાપ પૂજા સાથે કોરોનાથી સમગ્ર વિશ્વને બચાવવ પ્રાર્થના કરવામાં આવી છે.