Patan Universityમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધી જયંતી ઉજવાઈ, વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધામાં લીધો ભાગ - Principal District and Sessions Judge d. a. Hingu
🎬 Watch Now: Feature Video
પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) રંગ ભવનમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની (Gandhi Jayanti) ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે આ ઉજવણીની થીમ આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) પર રાખવામાં આવી હતી. અહીં ડિસ્ટ્રિક્ટ જજ ડી. એ. હિંગુના અધ્યક્ષસ્થાને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. આ સાથે જ અહીં યુવતીઓએ અલગ અલગ ગરબા અને રાસ રજૂ કર્યા હતા. આ ઉપરાંત પતંજલી યોગ સાધકોએ યોગ નિર્દર્શન કરાવ્યું હતું. તેમ જ યુથ ફેસ્ટિવલ અને ગાંધીજીના જીવન પર આધારિત લોકવાર્તાઓ, ભજનો, સમૂહ ગાન જેવા કાર્યક્રમો પણ અહીં યોજાયા હતા. આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, નિબંધ, કાવ્ય લેખન, ચિત્રકામ અને શિલ્પકળા જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં યોજાયેલી આ સ્પર્ધામાં 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટી, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી. એ. હિંગુ, રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલ સહિત વહિવટી અધિકારીઓ, કલાકારો અને વિવિધ સ્પર્ધાના સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.