સુરતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર સરકારી આવાસ બાંધવાનું નક્કી કરાતા ગ્રામજનોમાં રોષ - cricket news
🎬 Watch Now: Feature Video

સુરત: મગદલ્લા ગામમાં છેલ્લા 50 વર્ષથી ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. જેની દેખરેખ માટે ગામવાસીઓ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અહીં ફ્રીમાં લગ્નનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. જો કે હાલ સુરત મહાનગર પાલિકા દ્વારા આ ગ્રાઉન્ડ પર આવાસ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈ ગામવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે મોટી સંખ્યામાં ગામવાસીઓ કલેક્ટર ઑફિસ ખાતે આવી અને બાંધકામ રદ્દ કરવાની માંગણી કરી હતી. જો મનપા દ્વારા અહીં બાંધકામ કરવામાં આવશે તો ગામવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરી રેલી સ્વરૂપે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.