અંબાજી, પાવાગઢ અને ગિરનારમાં ચાલતા રોપ-વેમાં નિઃશુલ્ક મુસાફરી
🎬 Watch Now: Feature Video
અંબાજીમાં ગબ્બરગઢ લઇ જતી રોપ વે સર્વિસ ચલાવતી કંપની દ્વારા રસીના બંને ડોઝ લીધાં હોય તેમને નિઃશુલ્ક દર્શન કરાવવામાં આવ્યાં હતાં. પ્રથમ 100 ગ્રાહકો જેમને રસીના બંને ડોઝ લીધેલા હોય ને સાથે રસીકરણનું સર્ટિફિકેટ હોય તેવા યાત્રિકોને રોપ-વેની નિઃશુલ્ક મુસાફરી કરાવી હતી. ગુજરાતમાં રોપ-વે ચલાવતી સૌથી મોટી કંપની ઉષા બ્રેકો (Usha Breco) કંપનીએ 100 કરોડ લોકોના રસીકરણ કામગીરીના ઉજવણીના ભાગરૂપે પોતાની કંપની હેઠળ અંબાજી, પાવાગઢ અને ગિરનારમાં ચાલતા રોપ-વેમાં આજે વહેલી સવારે રોપ-વે શરૂ થતાંની સાથે આવેલા પ્રથમ 100 એવા ગ્રાહકો જેમને રસીના બંને ડોઝ લીધેલા હોય અને સાથે રસીકરણનું સર્ટિફિકેટ (Certificate of vaccination) હોય તેવા યાત્રિકોને રોપ-વેની નિઃશુલ્ક મુસાફરી કરાવી હતી. શક્તિપીઠ અંબાજીના ગબ્બર રોપ-વે ખાતે પણ આજે વહેલી સવારે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી જેમાં બે ડોઝ લીધેલા હોય તેવા યાત્રિકોએ પોતાના મોબાઈલમાં રાખેલા રસીકરણના સર્ટિફિકેટ બતાવી રોપ-વેની નિઃશુલ્ક મુસાફરીનો (Free ride in Ambaji ropeway) આનંદ માણ્યો હતો. શ્રદ્ધાળુઓએ આ વાતને વધાવી હતી અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.