ફ્રાન્સની યુવતી લ્યુના પર ભારતના પ્રવાસે - Rajkot Latest News
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જેસા દેશ વૈસા ભેસએ કહેવત તો આપણે સૌ કોઈએ સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરે તેવું દ્રશ્ય યાત્રાધામ વીરપુરમાં જોવા મળ્યું હતું. છેલ્લા 2 વર્ષથી ભારતમાં રહી એક સેકેન્ડ હેન્ડ લ્યુના પર પુરા ભારતનો પ્રવાસ ખેડી રહી ફ્રાન્સની 27 વર્ષીય યુવતી વીરપુર જલારામ બાપાના દર્શને આવી પહોંચી હતી. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ પ્રત્યે ભારે આકર્ષણ ધરાવતી અગેથે પોતાનું નામ પણ ભૂમિ રાખ્યું હતું. તે અત્યાર સુધીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ધર્મશાલા તેમજ દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ચુકી હતી. ગુજરાતમાં સોમનાથના તેમજ જૂનાગઢ ગિરનારના દર્શન કરીને વીરપુરની મુલાકાત લીધી હતી, અને ભક્ત જલારામબાપા વિશે તેમને પરિચય મેળવ્યો હતો અને કોઈ દાન મેળવ્યા વગર ચાલતા અનક્ષેત્રના ખૂબ વખાણ કર્યા હતા. તેમજ ગુજરાતના લોકો ખુબજ માયાળુ અને ઈમાનદાર છે. તેવા પ્રતિભાવો આપ્યા હતા.