ડીસામાં પુત્રવધૂને શારિરીક માનસિક ત્રાસ આપવા બદલ પૂર્વ DDO સહિત ચારની અટકાયત - Saibagh Police Station
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા શહેરમાં રહેતા પૂર્વ DDO ચંદુ ડગલાંના પુત્ર કરણ ડગલા દ્વારા તેમની પત્નીને વારંવાર હેરાન કરવામાં આવતા અમદાવાદ સાઈબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પુત્રવધૂને શારિરીક માનસિક ત્રાસ આપવા બદલ પોલીસે પૂર્વ DDO સહિત ચાર લોકોની અટકાયત કરી છે. ડીસા પોલીસ મથકે અટકાયત થતા કરણે તેમના સસરા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ ઘર જમાઈ બનાવવા માંગે છે જેના માટે તેઓ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે વારંવાર ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યા છે.