પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન - Former leader Lilaghar Vaghela passes away
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8827486-1033-8827486-1600271595985.jpg)
પાટણઃ લોકસભાના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું 85 વર્ષની વયે બુધવારે નિધન થતા મોડી સાંજે તેમના પાર્થિવ દેહનો સિધ્ધપુર મુક્તિ ધામ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. લીલાધર વાઘેલાએ વર્ષ 2014માં પાટણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને એક લાખથી વધુ મતોથી તેઓ વિજયી બન્યા હતા. બુધવારે સવારે ડીસા ખાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને પોતાના વતન પીપળ ગામે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂત, શંકર ચૌધરી, જિલ્લા ભાજપ પ્રભારી મયંક નાયક, કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.