જામનગરમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી યોજી કલેક્ટરને અપાયું આવેદન - jamnagar news today
🎬 Watch Now: Feature Video
જામનગર: નાગરિક સંશોધન અધીનીયમ અન્વયે CAA અને NRCના સમર્થનમાં જામનગર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, તથા જિલ્લા કલેકટરને કાયદાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ જામનગરમાં ઓસવાડ સેન્ટરથી બાઇક રેલી શરૂ કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર સુધી મોટી સંખ્યામાં બાઈક સવારો કાયદાના સમર્થનમાં આ રેલીમાં જોડાયા હતા. અંદાજે રેલીમાં 700 જેટલા લોકો જોડાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનું તમામ લોકોએ સમર્થન કર્યું હતું. બાદમાં જિલ્લા કલેક્ટર રવિશંકરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રેલીમાં પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી અને પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તેમજ સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો જોડાયા હતા.