ગોધરા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે GST તાલીમ શિબિરનું આયોજન - Govind Guru University Godhra
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 7 દિવસની GSTની તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. તેમાં યુનિવર્સિટીના M com શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તજજ્ઞ દ્વારા GSTના તમામ માળખા અને પાસાઓની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં સરકારી પોલીટેકનિક કોલેજના સભાખંડ ખાતે આ તાલીમ શિબિરનો પ્રારંભ કરવામા આવ્યો છે. જે આગામી 7 દિવસ સુધી ચાલશે. GSTના તજજ્ઞ દ્રારા આ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં એમ. કોમ વિભાગના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ તાલીમ લઈ રહ્યા છે. ભવિષ્યમાં વિધાર્થીઓ વેપાર ઉધોગ સાથે જોડાય તો GSTને સમજી શકે તે હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.