ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ જિલ્લાની 8 તાલુકા કોર્ટમાં ફૂટ પેડલ હેન્ડ સેનેટાઇઝર મશીન મૂકાયા - પેડલ હેન્ડ સેનેટાઇઝર મશીન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7506306-385-7506306-1591451542197.jpg)
ભરૂચઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉનની જાહેરાત થતા સરકારી કચેરીઓ ઉપરાંત કોર્ટ સંકુલ પણ બંધ કરવામાં આવ્યા હતા. ફક્ત અરજન્ટ ચાર્જ માટે પ્રાવધન કરવામાં આવ્યું છે. અરજન્ટ ચાર્જની જોગવાઈ હેઠળ કોર્ટમાં લોકોને અવર-જવર રહેતી હોય છે. કોર્ટમાં આવતા લોકોને થર્મલ સ્કેનિંગ કરી હેન્ડ સેનીટાઇઝ કર્યા બાદ જ કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ જિલ્લાની 8 જેટલી તાલુકા કોર્ટમાં ફૂટ પેડલ હેન્ડ સેનીટાઇઝર મશીન મૂકવામાં આવ્યા છે. લોકો ફૂટ પેડલ હેન્ડ સેનીટાઇઝર મશીન થકી સેનેટાઇઝર બોટલને સ્પર્શ કર્યા વગર હેન્ડ સેનીટાઇઝ કરી શકશે.