સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે મહેસાણામાં શ્રમજીવીઓ માટે ફૂડ પેકેટનું વિતરણ કરાયું - રાજ્યવ્યાપી કર્ફ્યૂ
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ કોરોના વાઈરસની મહામારી વચ્ચે દેશમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, ત્યારે શ્રમજીવીઓ માટે જ્યારે રોજ કમાવવું અને રોજ ખાવું જેવી સ્થિતિ હોય છે. જેના પગલે સતત ચાર 8 વર્ષથી શ્રમજીવીઓના વેપાર ધંધા અને મજૂરી કામ બંધ રહેતા ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે બે ટાઇમનું ભોજન મેળવવું હવે કઠિન બની રહ્યું છે, ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજ્યમાં કર્ફ્યૂના માહોલ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને કરિયાણા સહિતના ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે. આમ, એક તરફ દેશ જ્યાં વાઇરસ સામે એક જૂથ થઈ લડી રહ્યો છે, ત્યાં બીજી તરફ સામાજિક એકતાનો ભાવ પણ દેશને આ મહામારી સામે લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યો છે.