બોટાદ માર્કેટીંગ યાર્ડમાં ચૂંટાયેલા 5 કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયા - Congress members joined BJP in Botad Marketing Yard
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5494241-thumbnail-3x2-apmc.jpg)
બોટાદઃ માર્કેટીંગ યાર્ડમાં ચૂંટાયેલા પાંચ કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા હતા. બોટાદના ધારાસભ્ય અને ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલે તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં હાલમાં કોંગ્રેસની બોડી છે. હાલમાં બોટાદ માર્કેટીંગ યાર્ડમાં આંતરિક વિવાદ અને એક બીજા સભ્યો વચ્ચેના મતભેદ થતા હતા. આ અંગે અવાર નવાર કોંગ્રેસના મોવડી મંડળને જાણ કરવા છતાં કોઇ ઉકેલ આવતો ન હતો. પદાધિકારીઓ પોતાની મનમાની ચાલાવે છે. તેનાથી નારાજ થઈ બોટાદ માર્કેટીંગ યાર્ડના પાંચ ચૂંટાયેલા કોગ્રેસ સભ્યોએ ભાજપમાં જોડાયા છે. આ કોંગ્રેસના પાંચ સભ્યોના ભાજપમાં જોડાવાથી બોટાદ માર્કેટીંગ યાર્ડ કોંગ્રેસના હાથમાંથી છીનવાઈ ગઈ છે. આગામી સમયમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાશે.