ભાવનગરના આંબા ચોકમાં ચપ્પલના ગોડાઉનમાં લાગી આગ - Godown Of Slippers In Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ શહેરના આંબા ચોકમાં આવેલા ચપ્પલના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર દ્વારા આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. પ્લાસ્ટિકના ચપ્પલના ગોડાઉનમાં કયા કારણે આગ લાગી તે જાણવા મળ્યું નથી. પરંતુ ગોડાઉનમાં રબર પ્લાસ્ટિકના ચપ્પલ હોવાથી આગ વિકરાળ બની હતી. વિકરાળ આગને કાબુમાં લેવા 4 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ કે આગમાં થયેલા નુકશાન જાણવા મળ્યું નથી.