રાજકોટમાં સામાન્ય બાબતે વૃદ્ધ પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ - રાજકોટમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. જાણે શહેરમાં પોલીસનું કાંઈ અસ્તિત્વ જ ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં રવિવારે સામાન્ય બાબતે વૃદ્ધ પર અસામજીક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શહેરના કુવાડવા હાઇવે પર આવેલા બેટીગામે રહેતા જીવાભાઈ સુધરા નામના વૃદ્ધ પર જૂની અદાવત રાખીને વિજય મકવાણા, સાગર ડવ તથા તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેથી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ પોલીસને તથાં કુવાડવા પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.