મોરબીના આમરણ ગામે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા - amran Village
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં સોમવારે વરસેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના આમરણ ગામે ચારેબાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. મોરબી તાલુકા પંથકમાં ભારે વરસાદ વરસતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મોરબીના ડેમી-3 ડેમના પાણી આમરણ ગામમાં ફરી વળતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે કપાસ, મગફળી, અજમો સહિતના પાકોમાં ભારે નુકશાની થવાની શક્યતા છે.