ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના પેમેન્ટમાં વિલંબ થતા ખેડૂતો પરેશાન - મગફળી વેચાણ
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના તમામ ટેકાના ભાવે મગફળી ખરીદ સેન્ટર પર ખરીદી 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જો કે, માવઠાને કારણે ખરીદી સ્થગિત કરી 18 નવેમ્બરે પુનઃ શરૂ કરાઇ હતી. જિલ્લાભરમાં અત્યારસુધીમાં 4500 ખેડૂતોએ ટેકાના ભાવે 60 હજાર ક્વિન્ટલ મગફળીનું વેચાણ કર્યું છે, પરંતુ હજૂ સુધી પેમેન્ટ ન થવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ખરીદીને એક માસ કરતા પણ વધુ સમય થવા છતાં 4500 ખેડૂતો પૈકી માત્ર 226 ખેડૂતોને નાણા ચૂકવવામાં આવ્યા છે. કહી શકાય કે, કુલ ખેડૂતોમાંથી માત્ર પાંચ ટકા ખેડૂતોને ચૂકવણી કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી થયેલા ખેડૂતોની મગફળી હજૂ 31 જાન્યુઆરી સુધી ખરીદાશે. ગત્ત વખત કરતાં આ વખતે બમણા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે.