ગોધરા મામલતદાર કચેરીના ATVT સેન્ટરમાં નેટ કનેક્ટિવિટી ખોરવાતા, લોકોને હાલાકી - જુઓ. વીડિયો.
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેરના સેવા સદન પાસે આવેલી મામલતદાર કચેરીના ATVT સેન્ટર ખાતે ઇન્ટરનેટ કનેકટીવિટી પાછલા ચાર દિવસથી બંધ હોવાને કારણે જરૂરી દસ્તાવેજોની નકલ ન મળતા આ પ્રજાજનો મુશ્કેલીઓ પડી રહી છે. સાથે અન્ય પણ દસ્તાવેજોની નકલો લેવા સવારથી મામલતદાર કચેરી ખાતે આવીને બેસી રહેવાનો વખત આવે છે. નેટ બંધ હોવાના પણ બોર્ડ લાગ્યાં છે. ખાસ કરીને નેટના ધાંધિયાથી ખેડૂતોના ઓનલાઈન કામો પણ અટકી ગયા હતાં. વિદ્યાર્થીઓના દાખલાથી લઈને મહત્વના દસ્તાવેજોની કામગીરી ચાર દિવસથી બંધ છે. આ કામગીરી સત્વરે નેટની કામગીરી જલ્દી શરૂ કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે.