સુરતના ખેડૂતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો - સુરતના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: ખેડૂતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મજૂરોને ખેતરમાં આવવા દેવાની મંજૂરી માગી છે. ખેડૂતોનું કહેવું છે કે, આગામી 10 દિવસમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવશે. અંદાજે 30,000 એકરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. જેથી મજૂરોને ખેતરમાં અવવા પરવાનગી આપવામાં આવે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, ખેત મજૂરો નહીં આવે, તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવશે.