પાટણના સરસ્વતી તાલુકાના ખેડૂતોએ સુકી ભટ્ટ કેનાલમાં કબડ્ડી રમી વિરોધ નોંધાવ્યો - Farmers of Saraswati taluka played kabaddi in an empty canal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2020, 5:21 PM IST

Updated : Dec 2, 2020, 7:57 PM IST

પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવતા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે, મોંઘા બિયારણો લાવી ખેડૂતોએ વાવણી કરી છે. પરંતુ પાણીના અભાવે ખેડૂતો ચિંતાજનક સ્થિતિમાં મૂકાયા છે, ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ મંગળવારે પાણી વિનાની સુકી ભઠ્ઠ નહેરમાં કબડ્ડી રમી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ નહેરમાં પાણી છોડવામાં નહીં આવતા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કેનાલમાં વોલીબોલ અને કબડી રમી વિરોધ કર્યો હતો, ત્યારબાદ સરકાર હરકતમાં આવી હતી. મંગળવારે પણ ખેડૂતોએ કેનલમાં ઉતરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું કે તાત્કાલિક પાણી છોડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Last Updated : Dec 2, 2020, 7:57 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.