ખંભાળિયા: કુંવાડિયા પાસે ફોરલેન હાઇવેથી નારાજ ખેડૂતોએ તંત્રને કામ રોકવા રજૂઆત કરી - ગુજરાતી સમાચાર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક કુંવાડિયા ગામે ખેડૂતોએ જાખરના પાટિયાથી કુરંગા ગામ સુધીના ફોરલેનનું કામ ચાલુ થતાં હોબાળો કર્યો હતો અને કામ રોકવા માંગ કરી હતી. દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાર માર્ગીય કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જમીન સંપાદનના અનેક પ્રશ્નોને લઈ ખંભાળીયા નજીક આવેલા કુંવાડિયા ગામના ખેડૂતોએ વળતર ન મળ્યું હોવાથી કામ રોકવા અને પહેલા વળતર ચૂકવાઈ તેવી માંગ સાથે કામને રોકવામાં આવ્યું હતું. ખંભાળીયા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત હથિયારધારી પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મધ્યસ્થી કરવાની શરૂ કરી હતી. ખેડૂતોનો ઉભોપાક ખરાબ ન થાય તથા ખેડૂતોએ ફેંસિંગ સહિતના કામોને વધુ નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. હાલ સાઈડ પરનું કામ શરૂ કર્યું હતું સાથે જ ખેડૂતોને પણ સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.